ડાયન

 




સુચના :- વાર્તા અને વાર્તામાં આવતા તમામ પાત્રો કાલ્પનિક છે અને એને કોઈપણ જીવિત કે મૃત વ્યક્તિ કે કોઈપણ સંસ્થા સાથે કોઈજ લેવા દેવા નથી. આના તમામ કોપીરાઈટ્સ લેખકના જ છે.

સોનગઢ ગામને પાદરે જ એક બહુ જુનવાણી વડલો જેને લોકો ડાયન વડલો કહેતા ત્યાંના સ્થાનિક લોકોનું માનવું કે એજ વડલામાં એક બહુ જૂની ડાયન રહે.. જે પોતાની ઉંમરની સાથે પોતાની શક્તિઓ વધારવા ગામના પુરુષોને પોતાને વશ કરે એમની સાથે લગ્ન કરે ને લગ્નને ચાર જ દિવસમાં એને ખાઈ જાય. આ વાતનો આખા ગામમાં એવો તે ખોફ ફેલાયેલો કે સૂરજ ઢળતાની સાથે જ ગામના બધા પુરુષો ઘરમાં પુરાઈ બેસી જતા. તો પણ દિવસેને દિવસે ડાયન એનો શિકાર કરી જ લેતી..
રાતના બાર વાગતાની સાથે જ રાતના ભયાવહ સન્નાટા વચ્ચે વડલાના થડ પાછળથી કાળી સાડીમાં હવામાં લહેરાતા લાંબા ચોટલાવાળી એક સુંદર સ્ત્રી પોતાની ઊંઘી ચાલે બહાર નીકળી આગળના રસ્તા પર ઊંધા પગે ચાલવા લાગી..
ને રાતના ઘેરા સન્નટા અને ભયાનક અંધકારને ચીરતી ઊંઘી ચાલે ચાર રસ્તા પર આવીને એકદમ મધ્યમાં ઉભી રહી. એણે આસપાસ નજર કરી.. આસપાસ ભયાનક સન્નાટા અને ઘેરા અંધકાર સિવાય ચકલું પણ ફરકતું નોહતું.. દૂર ક્યાંક જંગલી પશુ પક્ષીઓના ખુબજ ભયંકર અવાજો સાંભળતા હતા..
ચાર રસ્તા પર જ એણે બન્ને હાથનો આંગળાઓ પહોળાં કર્યા ને એ સાથે જ બન્ને હાથના પાંચેય આંગળાઓમાં લાંબા ને તીક્ષ્ણ કાળા રંગના ચળકતા નખ બહાર નીકળી આવ્યા. એની કાળીને ભયાનક આંખોએ જાણે પોતાનો રંગ બદલ્યો.. એકદમ લાલાશ પડતી આંખોએ એણે ઉપર કાળા ભમરીયા આકાશ તરફ જોયું ને પછી બને હાથ ઉપરની તરફ ઉંચા કર્યાને એ સાથે જ એની ઉપર એક મોટું કાળું ભમરીયાળુ વર્તુળ રચાઈ ગયું.. એને જોઈને એના હોઠની વચ્ચે ભયાનક હસી છવાઈ ગઈ.. ને એક જ જાટેકે એણે એ વર્તુળને નીચે જમીન પર ફેંક્યું.. ને પછી મોટેથી હસી.. 
''રાઠોર.., હું ફરી આવી રહી છું તારી હવેલીએ..'' એનું અટ્ટહાસ્ય જાણે આખા ગામમાં એવું તે ગુંજી ઉઠ્યું કે ભલભલા વિરોની ઊંઘ હરામ થઈ ગઈ..
-------------
ડાયન ચક્ર જેમાં પગ મુકતાની સાથે જ વીર પુરી રીતે એના કબજામાં થઈ ગયો.. 
અડધી રાત્રે અમદાવાદ જેવા મોટા શહેરમાં કોલેજમાં ભણતો એ રજાઓમાં એના ગામ પાછો ફરેલો. વીરસિંહ રાઠોર બાજુના જ ગામમાં સ્ટેશન પર ઉતર્યો ને ત્યાંથી ચાલતો ચાલતો રાતના લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ પોતાના ગામ પહોંચ્યો. ગામના પાદરે પહોંચતાની સાથે જ એના ચેહરા પરનો ભય થોડો ઓછો પડ્યો ને જાણે એમાં ખુશીની એક ચમક દેખાવા લાગી. લગભગ એક વર્ષ, એક વર્ષ પછી એ પોતાના પરિવાર ને ભાઈ ભાભીને એની બહેનને, મળવાનો હતો એ વાતની ખુશી અત્યારે એના ચહેરા પર જાણે સાફ વર્તાઈ રહી હતી. એના મોટાભાઈ સુરજસિંહ રાઠોર આ ગામના મોભી, ગામના સરપંચ.
આજે અમાસની એ કાળી રાત હતી એટલા માટે જ એણે વીરને સમયસર લેવા બાજુના ગામ સ્ટેશન પર ગાડી લઈ એક માણસ મોકલેલો. પણ વીરે હંમેશાની જેમ પોતાની મનમાની કરી.. એણે મોટાભાઈ એ મોકલેલા માણસને પાછો મોકલી દીધો.
કારણ, એણે કોઈ પાસેથી ડેર લીધું હતું કે, આ અમાસની કાળી રાત્રે ઘરે પોતે એકલો અને એ પણ ચાલીને જ જશે.. 
આમ તો એ સ્વભાવે થોડો ડરપોકય ખરો પણ એકવાર કોઈને ડેર આપ્યા પછી એ એને કોઈપણ હાલમાં એ પૂરું કરીને જ રહે એમાં જ તો એને મન અસલી રોમાંચ હતો.
એ જ્યારે સ્ટેશન પર ઉતર્યો કે સામે જ મોટાભાઈએ મોકલેલો એનો ખાસ માણસ શંકર ઉભો હતો. 
વીર ને જોતા જ શંકર એની પાસે દોડ્યો અને એના હાથમાંથી બેગ લેવા ગયો કે એજ ક્ષણે વીરે એને રોક્યો.
''સાંભળ, શંકર કહી દેજે મોટાભાઈને કે અત્યારે વીર ને એક જરૂરી આવી ગયું છે આવતા આવતા થોડી વાર લાગશે. શંકર એની આજ્ઞા માની ચૂપચાપ પાછો જવા લાગ્યો એણે એને રોકતા કહ્યું..
''અને સાંભળ, એમને કહેજે મારી રાહ ના જોતા બધા ચૂપચાપ સુઈ જાય.'' 
શંકર ચાલ્યો ગયો પછી પોતાનું બેગ ખભે નાખી એ જંગલોના શોર્ટકટ રસ્તાથી પોતાના ગામ જવા નીકળી ગયો. રસ્તામાં જ એક ચા ની એક કીટલી પર એ બેઘડી બેઠો.
ચાની કીટલી પર વાગતા રેડીયોમાં એક જૂનું પુરાણું ગીત વાગી રહ્યું હતું..
ગુમનામ હે કોઈ.. બદનામ હે કોઈ.. કિસકો ખબર કોન હે વો.. અંજાન હે કોઈ..
ચા વાળાએ એના હાથમાં ચાની ગરમા ગરમ પ્યાલી પકડાવી ને હોટ ચાની ચૂસકી સાથે જ એ એના આઈફોનમાં એની હોટ ગર્લફ્રેન્ડ સાથે વોટ્સએપ ચેટ કરવા લાગ્યો.
''હું મારુ ડેર કમ્પ્લીટ કરી લઈશ, પહેલાં તું બોલ તું શુ લઈશ..?''
એણે સેન્ડ કરેલા મેસેજનો રીપ્લાય આવ્યો..
''ઓહ.. મારી સાથે રહી રહીને આજકાલ તું પણ બહાદુર થતો જાય છે.. ચાલ હું પણ ડેર જ લઈશ..?''
''ડેર..! વિચારી લે મેડમ.. પછી એમ ના કહેતી કે આ મારાથી ના થાય..?''
''અરે, તું બસ બોલ.. એવું કોઈ કામ નથી જે હું ના કરી શકું..''
''આ થોડું વધારે ના થઈ ગયું મેડમ..''
''બધા તારી જેમ ફટટુ તો ના હોય ને..''
એણે સામેથી સ્માઇલી ઇમોજીસ સેન્ડ કર્યા.
જવાબમાં વીરે પણ રેડ રંગના બે ત્રણ ગુસ્સાવાળા ઇમોજીસ સેન્ડ કર્યા..
''હેય ફટટુ નહીં હું.., જો હમણાં જ ડેર કમ્પ્લીટ કરવાનો છું અને એ પણ આટલી અમાસની કાળી રાતે..''
''એ તો તું કમ્પ્લીટ કરીશ ત્યારે જોઇશ.. પહેલાં એ કહે તે મને ડેરમાં શુ આપ્યું..?''
''અડધી રાત્રે.., તું હવેલી આવી શકે...?'' 
''હવેલી પર.. કેમ શુ કોઈ પ્રોગ્રામ છે.. કે ઈંવાયટ કરે છે આવો કભી હવેલી પે..''
એમ કહી એણે ફરી સ્માઈલી ઇમોજીસ સેન્ડ કર્યા.
''આ જ તમારું ડેર છે મેડમ..''
''ઓહ.. ડેર છે તો પછી આવવું જ પડશે..''
''મારે પણ તારી થોડી કમ્પની જોઈએને..''
''કમ્પની.. કેવી કમ્પની..?''
ચા અને ચેટિંગની હજુ તો મજા જામી જ હતી કે એનું ધ્યાન ઘડિયાળમાં ગયું. અત્યારે બાર વાગી ને ચાલીશ મિનિટ થઈ હતી.
''બારને ચાલીશ થઈ છે., આઈ થિંક મારે જલ્દી ઘરે પોહચવું જોઈએ.. બાય..'' એમ કહી એણે મોબાઈલ બંધ કરી જીન્સના પોકેટમાં સરકાવ્યો. ખાલી પ્યાલી ટેબલ પર મુકતા એને લાગ્યું કે બહુ મોડું થઈ ગયું ભાઈભાભી રાહ જોતા હશે. મારે હવે નીકળવું જોઈએ. ને આખરે એમ જ કાનમાં હેડફોન લગાવી પોતાની જ ધૂનમાં જંગલોના ઉંચા ઉંચા વૃક્ષોને પાર કરતો ભયાનક અંધાકરને ચીરતો એ પોતાના ગામના પાદરે પહોંચ્યો.. 
પાદર આવતાની સાથે જ જાણે એના ચેહરા પરનો થોડોઘણો ભય અદ્રશ્ય થઈ એની જગ્યાએ એક અલગ જાતની ખુશી છવાઈ ગઈ.. એના પરિવારને મળવાની ખુશી. પણ એને ક્યાં ખબર હતી કે એના ચહેરાની આ જ ખુશી પર ક્યારની કોઈની કાળી નજર લાગી ચુકી હતી. એક ડાયનની નજર..
પાદર આવતાની સાથે જ એ પોતાની હવેલી જતા રસ્તા પર બેગ ખભે લઈ જાણે દોડ્યો. બ્લેક રંગના સ્પોર્ટ્સ સૂઝ, બ્લ્યુ ડેનિમ જીન્સ, ને ઉપર ઓપન નેકનું રેડ ટીશર્ટ માથે બ્લેક રંગનું સાઈન મારતું લેધર જેકેટ.. કાનમાં હેડફોન ભરાવી એ પોતાની જ ધૂનમાં પાદર વટાવી રાતના ઘેરા સન્નટા અને અંધકાર ને ચીરતો એ દોડતો દોડતો પોતાની હવેલી તરફ આગળ વધતો હતો.
ને અચાનક ચાર રસ્તા પર એક મોટું કાળું કુંડાળું આવ્યું. પોતાની જ ધૂનમાં મસ્ત વીરે દોડતા દોડતા જ ક્યારે એ કુંડાળામાં પગ મુક્યો ને ક્યારે એ કુંડાળાની કાળી શક્તિઓ એ એના શરીર પર કબજો કર્યો એને પણ ખબર જ ના રહી.
એ કાળું કુંડાળું ઓળંગી એ હેડફોન પર નેહા કક્કરના સોન્ગ સાંભળતો સાંભળતો પોતાની શેરીમાં અંદરની તરફ વળ્યો.. ને એજ ક્ષણે કાળી સાડીમાં મોનમોહક લાગતી એક લાંબા ચોટલાવાળી સુંદર રૂપાળી સ્ત્રી અચાનક એની સામે આવી એને ગળે ભેટી. 
વીર કઈ સમજે એ પહેલા જ એ સ્ત્રીએ એકદમ અદાથી વીરના ચહેરા પર હાથની આંગળીઓ થી સ્પર્શ કર્યોને ને એજ ક્ષણે વીર પુરી રીતે એ સ્ત્રીની કાળી શક્તિને વશ થઈ ગયો.
------------------
આ તરફ હવેલીમાં એના મોટાભાઈ સૂરજસિંહ રાઠોર એની પત્ની દેવયાની, વીર અને સુરજસિંહની નાની વિધવા બહેન હેતલ અને દેવયાનીનો નાનો ભાઈ રાહુલ બધા નીચે હોલમાં વીરની જ રાહ જોતા ક્યારના બેઠા હતા. બધાના ચહેરા પર એક જ વાતનો ડર હતો ક્યાંક એ ફરી આ ઘરમાં ના આવી બેસે..
સુધા, આજ નામ હતું એનું આજથી એક વર્ષ પહેલા આવી જ એક કાળી રાત્રે એણે હેતલના પતિ રમણને પોતાના વશમાં કર્યો હતો એની સાથે પરણી એ આ ઘરમાં આવી હતી ને ચાર દિવસ, માત્ર ચાર દિવસમાં જ એ હેતલના પતિને જીવતે જીવતો ખાઈ ગઈ.. એ પછી બહુ મુશ્કેલથી રાઠોર પરિવાર એ ડાયનના ખતરનાક સાયાથી આઝાદ થયો. 
એ સમયે એક ખતરનાક ડાયનના સાયામાં જીવતા રાઠોર પરિવારને મદદે આવી એક કન્યા, ગામના પૂજારી દેવદત્તની દીકરી છાયા જે દેવીયાનીને પહેલીવાર મંદિરમાં મળી હતી.. એ વખતે દેવયાની ભૂલથી પોતાનું પર્સ મંદિરમાં ભૂલી ગયેલીને જે પાછું આપવા દેવદત્તની દીકરી છાયા હવેલીએ આવી હતી.. જેવો એણે હવેલીમાં પગ મુક્યો કે એ સાથે જ સુધાને હવેલી છોડવી પડી છાયાના ગયા બાદ ફરી સુધા હવેલીમાં પાછી આવી ગઈ.. 
દેવયાનીને પાછળથી દેવદત્ત દ્વારા જાણવા મળ્યું કે એમની દીકરી છાયા કોઈ કોઈ સામન્ય કન્યા નથી એનો જન્મ એક વિશેષ દેવીય નક્ષત્રમાં થયો છે. એનામાં કેટલીક વિશેષ દેવીય શક્તિઓ મોજુદ છે. એની હાજરી કોઈપણ કાળી શેતાની શક્તિ સહી ના શકે.. 
આ વાતની જાણ થતા જ દેવયાની છાયાને લઈને હવેલીમાં આવી ને છાયાએ ફરી વખત જેવો હવેલીમાં પગ મુક્યો કે ફરી સુધાને હવેલી છોડી ભાગવું પડ્યું. એ પછી દેવયાનીએ છાયાને આ જ હવેલીમાં રાખવા માંગતી હતી જેથી સુધાનો કાળો સાયો ફરી ક્યારેય હવેલી પર ના પડે.. એના કહેવાથી છાયા ત્યાં જ રોકાઈ પણ એક દિવસ અચાનક જ દેવદત્તની તબિયત લથડતા એને પોતાના ઘરે જવું પડ્યું.. ને એની ગેરહાજરીમાં ફરી એ રાત આવીને ઉભી રહી..
-------------------
જે વાતનો સુરજસિંહ અને દેવયાનીને ડર હતો એજ થયું. વીર દરવજે તો આવ્યો પણ એકલો નહીં એને લઈને આવ્યો. સુધા ફરી વીરની દુલહન બની આ હવેલીની ચોખટ પર આવીને ઉભી રહી.

સોળ સિંગર સજી લાલ રંગના લગ્નના ઘરચોળામાં એ વીરનો હાથ થામી એની એકદમ નજીક એની સાથે હવેલીને ઉંબરે ઉભી હતી. એણે વીર સામે જોયું ને પુરી રીતે એને વશ થયેલો વીરે જાણે એના કહેવાથી હેવલીમાં પગ મુક્યો.
ને ત્યાં જ ગુસ્સામાં દેવયાની એ એને આગળ વધતા રોકી
''ત્યાં જ ઉભી રહેજે સુધા..'' એ વખતે એના અવાજમાં ક્રોધની સાથે એક જાતનો ભય પણ હતો જે એ હવેલીની એક એક ઈંટ જાણતી હતી.
એની વાત પર સુધા ભયાનકતાથી હસી ને જાણે એનું અટ્ટહાસ્ય આખી હવેલીને ખૂણે ખૂણે ગુંજવા લાગ્યું.
એણે સામે ઉભેલા દરેક ચેહરા પર એક એક નજર નાખી ને એજ ક્ષણે એ લોકો પણ જાણે વીરની જેમ એની કાળી શક્તિઓ ને વશ થઈ ગયા. 
અચાનક જ દેવયાનીની સાથે ઘરના દરેક સભ્યોના ચહેરા પર જાણે ઘરમાં નવી વહુના આગમનની ખુશી ઝલકવા લાગી. દેવયાનીએ હેતલને મોટેથી બુમ મારી,
''અરે હેતલ, ઉભી છે શુ જા જઈને આરતીની થાળી લઈને આવ..''
દેવયાની એ હેતલને કહ્યું ને હેતલ પૂજાની થાળી લેવા અંદર દોડી.. 
થોડીવાર પછી જ સૂરજસિંહ અને ઘરના બીજા સભ્યોની હાજરીમાં દેવયાનીએ જાતે જ નવવધૂને પોન્ખી એની અને વીરની આરતી ઉતારીને પછી સુધાને હેવલીમાં ગૃહપ્રેવેશ કરવાનું કહ્યું.
ચોખા ભરેલા પિત્તળના પવિત્ર કળશને ઊંધા પગથી લાત મારી એણે કંકુની પાણી ભરેલી થાળીમાં પગ મુક્યોને એક ક્ષણે એ કુંકુ જાણે કાળું પડી ગયું..
એની ઊંઘી ચાલે એ કાળા પગલાંની ઊંઘી છાપ પાડતી હવેલીમાં પ્રવેશી.. આ તે કેવો ગૃહપ્રેવેશ જેમાં કશું શુભ ના હોય..?
--------------------
સફેદ શેરવાનીમાં સજ્જ વીર ઉપરના માળે લોબીના આછા અજવાળામાં થી પસાર થઈને પોતાના રૂમ તરફ એની પત્ની સુધા પાસે જઈ રહ્યો હતો કે એજ ક્ષણે સામેથી દોડતી આવતી એક સુંદર છોકરી એને ગળે વળગી પડી. ને એજ ક્ષણે વીર અને હવેલીના બાકીના તમામ સભ્યો પરથી કાળી શક્તિઓ સાયો જાણે હંમેશા દૂર થઈ ગયો.
વીરે જોયું તો એ છોકરી ઓર કોઈ નહીં પણ એની ગર્લફ્રેન્ડ છાયા હતી. 
''અરે છાયા તું અહીંયા કેવી રીતે..?'' એને અહીં જોઈ વીર પણ જાણે ચોંક્યો.
એની વાત પર હસતાં છાયાએ કહ્યું,
''ભૂલી ગયો, થોડા કલાકો પહેલાં તે જ તો ડેર આપી કહ્યું હતું કે હિંમત હોય તો આજે રાત્રે બધા સુઈ જાય ત્યારે હવેલી પર આવી જજે.. સો હું આવી ગઈ.''
ને ત્યારે વીરને યાદ આવ્યું કે, છાયાએ એને આપેલા ડેર બાદ એણે ચાની કીટલી પર જ ચા પીતા પીતા જ એણે બાજુના જ ગામમાં રહેતી એની સાથે અમદાવાદમાં કોલેજમાં ભણતી એની ખાસ ફ્રેન્ડ છાયાને હવેલીએ આવવાનું ડેર આપ્યું હતું. ને એ અત્યારે આવી પણ ગઈ.. 
એજ ક્ષણે અચાનક જ વીરને એ બધી ઘટનાઓ પણ યાદ આવી જે એની સાથે હમણાં થોડી ક્ષણો પહેલા જ ઘટી ચુકી હતી. એ પાદરથી પોતાના ઘર તરફ આવતો હતો ને ત્યાં જ ચાર રસ્તા પર એક મોટું કાળું કુંડાળું આવ્યું. પોતે એના પર પગ મુક્યો ને એ પછી.., 
અચાનક જ એક કાળી સાડી વાળી સુંદર સ્ત્રી એને ભેટી પડી.. એની આંખોમાં જોતા ની સાથે જ જાણે એ પુરી રીતે એને વશ થઈ ગયો.. આગલી જ પળે એને એ દ્રશ્ય પણ દેખાયું કે પોતે લગ્નના જોડામાં એ સ્ત્રીનો હાથ પકડી હવેલીની ચોખટ પર ઉભો છે..
એ બધી અજીબ ઘટનાઓ યાદ આવતાની સાથે જ જાણે એનું માથું ભમવા લાગ્યું ને એજ ક્ષણે એ ચક્કર ખાઈ બેભાન થઈ ગયો.. અચાનક એને બેહોશ થયેલો જોઈ છાયા એના નામથી મોટેથી ચીંખી..
વીર.. ને એજ ક્ષણે લોબી અને હેવલીની બધી જ લાઈટો ચાલુ થઈ ગઈ.. હવેલી પ્રકાશિત થઈ ઉઠી.. 
દેવયાની, હેતલ, સુરજસિંહ, રાહુલ બધા દાદરો ચડી ઉપર દોડી આવ્યાને ને લોબીમાં પહોંચીને એણે જોયું તો 
વીર બેહોશ થઈ નીચે ફર્શ પર બેહોશીમાં પડ્યો હતો ને એની બાજુમાં પૂજારી દેવદત્તની દીકરી છાયા એને ઉઠાડવાની કોશિસોમાં લાગી હતી.
વીર ને બેહોશ થયેલો જોતા જ ડરના માર્યા ઘરના લોકો એની પાસે દોડી ગયા..
''વીર, શુ થયું વીર ને..?'' દેવયાની મોટેથી ચીંખી.
છાયા માત્ર એટલું જ બોલી 
''ખબર નહીં આંટી હું મળવા આવી ને એ પછી અચાનક જ વીર ચક્કર ખાઈ બેભાન થઈ ગયો.''
---------------
સવારે વીર ને હોશ આવ્યો ત્યારે એને કઈ જ યાદ નોહતું કે એની સાથે કાલે રાત્રે શુ થયેલું. વીર અને છાયા એકબીજાને પ્રેમ કરે છે એ વાત જાણી દેવયાનીની એ એજ ક્ષણે એ બન્નેના લગ્ન નક્કી કરી નાખ્યા. ત્યારે જ સૂરજસિંહને ગામના એક માણસે આવીને જાણ કરતા કહ્યું કે,
''માલિક, ગામ ડાયનના સાયામાં થી હમેશાં માટે મુક્ત થઈ ગયું..'' 
એની વાત પર સૌ ચોકયાં..
કેવી રીતે.. સુધા જેવી ખતરનાક ડાયનને કોણ હરાવી શકે..
એજ ક્ષણે વીરનો હાથ પકડી એની બાજુમાં બેઠેલી છાયા મનોમન હસી..,
કાલે રાત્રે જ એ પોતાના ઘરથી હવેલી તરફ આવતી હતીને એજ ક્ષણે ડાયનના વડલાની બાજુમાંથી પસાર થતા જ એણે ભૂલથી એ વડલાના થડને સ્પર્શ કરી લીધોને પછી એ પોતાની જ ધૂનમાં એ હવેલી તરફ આગળ નીકળી ગઈ.. પણ પાછળ એના સ્પર્શ માત્રથી ડાયનનો વડલો આખેઆખો ભડકે બળવા લાગ્યો..
રસ્તામાં જ એને ગામની એક સ્ત્રીએ જાણકારી આપી કે,
''છોટેમાલિકને ડાયનચક્રમાં ફસાવી સુધા એને પરણીને ઘરે આવી છે..'' 
આ વાતની જાણ થતા જ એ પોતાના જુના બદલા માટે પોતાનું રક્ષક ખંજર લઈ હવેલીમાં વીરના રૂમમાં પોહચી જ્યાં એની હાજરી માત્રથી ડાયન એના અસલી રૂપમાં આવી ચુકી હતી.
પાછળની તરફ સહેજ વાંકા વળેલા ઊંધા પગ.. કાળો સાડલો, વૃદ્ધ થયેલો કરચલીવાળો કાળોને ખુબજ બિહામણો ભયાનક ચહેરો, સફેદ ભયાનક આંખો.. ઓરડાની આસપાસ હવામાં લહેરાતો લાંબો ચોટલો..
એને સામે જોતાની સાથે જ એને એની આંખ સામે એનું બાળપણ દેખાયું.., બાર વર્ષ.., માત્ર બાર વર્ષની હતી એ અને એની આંખ સામે જ એની મા એ આત્મહત્યા કરી.. એ દિવસોમાં આજ ડાયને એના પિતાને પોતાની કાળીશક્તિઓમાં વશ કર્યા હતા.. આજ ડાયનને કારણે એના પિતાએ એની મમ્મીને છોડી.. આજ ડાયનને કારણે એ વખતે એની મા એ ફાસી લગાવેલી.. આજ ડાયનને કારણે પોતે નાની ઉંમરમાં જ અનાથ થયેલી..
''તો.. તું આવી ગઈ..'' એને સામે જોઈ ડાયને ભયાનક અવાજે કહ્યું.
હા, તને મારવા.. એમ કહી છાયા એના પર વાર કરવા આગળ વધી કે એજ ક્ષણે સુધાએ એને ચોટલામાં લપેટી લીધી.. પોતાની સામે એને હવામાં ઉંચી કરી.. અને એ સાથે જ સુધાને લાગ્યું કે પોતાનું આખું શરીર જાણે અંદરથી ભડકે બળવા લાગ્યું. 
એ તડપવા લાગી એટલે એણે ચોટલાથી છાયાને સામે દીવાલ પર ફેંકી.. એ ફરી પોતાની પર વાર કરશે જ અને જેટલી જેટલી વાર એ પોતાને સ્પર્શ કરશે એટલી એટલી વાર એ કમજોર થતી જશે. અને એની કમજોરી જ છાયાની તાકાત હતી.. 
સુધાએ બે ત્રણ વાર એના પર વાર કર્યાને એના દરેક વાર માં એ પોતે કમજોર થતી જતી હતી.. આખરે છાયા ઉભી થઈ એની સામે આવી કમજોર શરીરે પણ સુધાએ છેલ્લીવાર એને મારવા એના પર ફરી પોતાનો ચોટલો ફેંક્યોને.. 
ને એજ ક્ષણે છાયાએ એનો ચોટલો પકડી લીધો.. ને કમર પર બાંધેલું પોતાનું રક્ષક ખંજર ખેંચી એણે એક જ જાટેકે ડાયનનો ચોટલો કાપી નાખ્યો..
ને જાણે એજ ક્ષણે ડાયનની ભયાનક ચીંખો હવેલીના એ ઓરડામાં કેદ થઈ ગઈ..
પોતે પૂજારીને બાળપણમાં આ કામ માટે જ મળી હતી કે, એના હાથે એ ડાયનને નાસ કરી શકે.. ગામને આ ખતરનાક ડાયનના સાયામાં થી મુક્ત કરી શકે..
એ પછી મુખી સુરજસિંહ એની પત્ની દેવયાની અને બધા ગામલોકોએ પાદરે જઈને જોયું તો ડાયન વડલો સળગીને ક્યારનો રાખ થઈ ચુક્યો હતો.. ગામ ડાયનના વર્ષોના સાયામાં થી આઝાદ થઈ ગયું છે એ વાતની ખુશીમાં ગામમાં લોકોએ જાણે ઉત્સવ ઉજવ્યો.. 
એક મહીના પછી જ વીરના છાયા સાથે ખુબજ ધામધૂમથી લગ્ન થયા.. ને હવેલીમાં જાણે ખુશીઓ ની લહેર દોડી આવી..
સમાપ્ત

©Theurbanwriter


ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

લોકપ્રિય પોસ્ટ્સ