#vishu પ્રેમનું એક પાગલપન


         અરે વીર  તું તો આજે ઈશું ને મળવા જવાનો હતો ને શુ થયું..?
વીર  જ્યારે બાઈક લઈ ગેરેજ પાછો આવ્યો, એણે બાઈક રોકી કે એને જોતા જ એની ગેરેજમાં કામ કરતા એના બેસ્ટફ્રેન્ડ વિક્રમે પૂછ્યું. 
એની સામે વીર ે પોતાની હેલ્મેટ ઉતારી, એનો ઉદાસ ચહેરો બતાવી રહ્યો હતો જરૂર કઈક થયું છે.. પણ શુ..?
એના ચહેરાની ઉદાસીનતા જોતા જ વિક્રમ કારની ડિક્કી બંધ કરી ગેરેજમાં થી બહાર દોડ્યો,
અરે ભાઈ કઈ થયું છે..? તારો ચહેરો...
બાઈક પરથી ઉતરતા વીરે કહ્યું.
આઈ એમ ઓકે,
એમ કહી એ એની સામે નજરો મિલાવ્યા વિના ચૂપચાપ ગેરેજમાં જઈ ઉપર જતી સીડીઓ ચડવા લાગ્યો,
પણ વિક્રમ સમજી ગયો કે જરૂર કઈક વાત છે પોતાનો બેસ્ટફ્રેન્ડ એનાથી કઈક છુપાવે છે..
એ એની પાછળ સીડી સુધી દોડ્યો અરે બતાવ ને, થયું છે શુ...? ઈશું એ...
આંખોમાં રહેલી ભીનાશને એક આંગળી અને અંગુઠો દબાવી સાફ કરતા એણે પાછળ ફરી ગંભીર અવાજમાં કહ્યું.
બધું જ ખતમ થઈ ગયું યાર બધું જ...
એની વાત સાંભળી વિક્રમ ને હ્ર્દય એક આંચકો લાગ્યો,
ખતમ થઈ ગયું મતલબ..! શુ કહ્યું ઈશું એ..
ભીની આંખે વીર  ત્યાં જ સીડીઓ બેસી પડ્યો. વિક્રમ પણ એની બાજુમાં બેઠો,
બોલ મારા ભાઈ શુ વાત છે, અને એની સામે વીર  બોલી પડ્યો,
દૂર દેખાતી બે મોટી ઈમારતો વચ્ચે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો, બ્રિજની રેલિંગ પાસે ઉભેલી ઈશું ક્યારની કોઈની રાહ જોતી ના જાણે ક્યાં વિચારોમાં ખોવાઈ ને ચૂપચાપ એમ જ ઉભી દૂર સંધ્યાના સોનેરી રંગો વચ્ચે આથમતા સૂર્યના ગોળાને જોઈ રહી હતી,
અચાનક જ એક બાઈક આવી ઉભું રહ્યું. હેલ્મેટ ઉતારી એક માણસ સ્ટાઈલથી બાઈકમાં થી નીચે ઉતર્યો, અને સામે પાછળ ફરી ઉભેલી ઈશું તરફ ચાલ્યો, એની નજીક જઈ એણે અચાનક જ ઈશુંની કમર પર હાથ મૂકી પાછળથી પકડી લીધી,
ઈશું એકદમ ડરી ગઈ, પણ પછી એ હાથોનો સ્પર્શ એને જાણીતો લાગ્યો, એના મોં માંથી નીકળી ગયું..
વીર ..!
આઈ લવ યુ ઈશું..!
વીર ે એના ગળા પર પોતાના હોઠ મુકતા કહ્યું..
એની આ હરકત પર ઈશું એને લવ યુ ટુ કહેતી, પણ આજે એ છંછેડાય ગઈ..,
શુ કરે છે વીર .. ગુસ્સામાં એ એની પકડમાંથી બહાર નીકળી એની સામે ફરી,
શુ કરું છું એટલે, અરે રોમાન્સ કરું છું તું વાઈફ છે મારી.. વીર ે પ્રેમથી એની આંખોમાં રહેલા ગુસ્સાને જોતા કહ્યું. 
ના, જરાય નહીં હું તારી કોઈ નહીં વીર ..,
એની આ પ્રકારની નારાજગી વીર ને સમજાતી નોહતી,
ઈશું તને આજે થઈ શુ ગયું છે..? કેમ આવું બીહેવ કરે છે..
ઈશું એમ જ ગુસ્સામાં એને જોઈ રહી,
મને શુ થઈ ગયું છે એટલે, અરે મારી આંખો ખુલી ગઈ છે.. પાયલ સાચું જ કહે છે તારી ઔકાત જ નહીં મને પ્રેમ કરવાની, 
ઓહ તો આ બધું પાયલે કર્યું છે.
વીર  ને ઈશુંની એ બેસ્ટફ્રેન્ડ પાયલ જરાય ના ગમતી કારણ પાયલ હંમેશા થી એ બન્નેને અલગ કરવાની જ વાત કરતી,
વીર  માટે જ ઈશું પાયલ સાથે ઝઘડતી, પણ આજે એ જ પાયલ માટે એણે એના વીર  ને...
વીર ે ઈશું ને સમજાવાના પ્રયત્ન કર્યા, એના બન્ને હાથ પકડી એણે એનો ગુસ્સો શાંત કરતા કહ્યું.
ઈશું.. ઈશું.. મારી વાત સાંભળ...
એના હાથમાં થી પોતાના હાથ છોડાવતા ઈશું ગુસ્સામાં પાછળ ખસી ગઈ..
કહ્યું ને દૂર રહે મારા થી,
વીર ે એની નજીક જવાનો પ્રયાસ કર્યો, પણ ઈશુંએ એને હાથ થી રોક્યો,
આપણી વચ્ચે હવે કશું જ નહીં મને ભૂલી જા,
એની આ વાત પર વીર ને પણ ગુસ્સો આવ્યો,
શુ ભૂલી જા, અરે પ્રેમ કરું છું તને,
ભલે પણ હું તને પ્રેમ નથી કરતી,
બહુ જ સરળતા થી એણે કહી દીધું કે હું તને  પ્રેમ નથી કરતી,
એજ એજ ઈશું હતી, જે વીર ના ખભા પર માથું ઢાળી એનો હાથ થામી એની આંખોમાં જોઈ કહેતી,
વીર  મને પ્રોમિસ કર કે તું મને ક્યારેય નહીં છોડે, હું હંમેશા તારી સાથે તારી બનીને રહેવા માંગુ છું..
એનો હાથ પોતાની હથેળીમાં દબાવી વીર ે એની આંખોમાં જોઈ કહેલું.
આપ્યું પ્રોમિસ, તારો સાથ ક્યારેય નહીં છોડું... પણ આજે.. એજ ઈશું એના વીર ને છોડી રહી હતી.. એ પણ..
પાયલ, મને ઈન્સ્ટા પર એક છોકરો ગમે છે, અને હવે હું એને પ્રપોઝ કરવાની છું.
ઈશિતા એ એની બેસ્ટફ્રેન્ડ પાયલને એના મનની વાત કહી જ દીધી, આમ તો એ બન્ને સ્કૂલના સમયની પાકી સહેલીઓ હતી એટલે એમની વચ્ચે કોઈ સિક્રેટસ નોહતા, પાયલને ઈશું પ્રત્યે કઈક વધારે જ શારીરિક આકર્ષણ હતું.. એને બસ ઈશુંની નજીક એની સાથે રહેવું હતું અને એટલે જ એણે હોસ્ટેલમાં ઈશુંને પોતાની સાથે રાખી,
આમ તો ઈશું અનાથ હતી, એની આગળ પાછળ કોઈ નોહતું. અહીંના એક અનાથાશ્રમમાં મોટી થયેલી ઈશુંએ 20 વર્ષની ઉંમરે અનાથાશ્રમ છોડી દીધું અને એની બેસ્ટફ્રેન્ડ પાયલ સાથે ગર્લ્સહોસ્ટેલમાં રહેવા લાગી,
દસમા ધોરણમાં પાયલે જ્યારે ઈશુંની સ્કૂલમાં એડમિશન લીધું ત્યારે એણે પહેલીવાર ઈશું ને જોઈ એને જોતા જ કેમ જાણે ઈશું પાયલના મનમાં વસી ગઈ..
પાયલ સાથે રહેતા રહેતા ઈશુંને એના વિશે ખબર પડી કે એ બાકી છોકરીઓ જેવી નથી એની એ હરકતો જોઈ એ કહેતી
પાયું હું બસ તારી બેસ્ટફ્રેન્ડ છું એટલું જ, એથી વિશેષ કઈ નહી પણ ના ઈશું ને જોઈ પાયલના મનમાં કઈ અલગ જ વિચારો ઘૂમતા હતા, ક્યારે એને એ એને ચાહવા લાગી એની પણ એને ખબર ના રહી..
સ્કૂલમાં એ બન્ને વચ્ચે સારી એવી દોસ્તી થઈ, ટવેલ્થ પાસ કરી બન્ને કોલેજમાં આવી,
ઈશું પાયલની સચ્ચાઈ જાણતી હતી, કે એ બાકી છોકરીઓ કરતા થોડી અલગ છે. પણ એ એને સમજતી,
પાયલ જ્યારે પણ ઈશુંની નજીક જતી ઈશું એને અટકાવતી.. શુ કરે છે પાયું અરે હું તારા જેવી અતરંગી નથી પ્લીઝ મારા થી દૂર રહેજે..
ઘણીવાર પાયલ ઈશું ને કહેતી કે
ઈશું મને તું બહુ જ ગમે છે.. બહુ એટલે બહુ જ.. અને તારા માટે હું કંઈપણ કરી શકું છું.
પણ ઈશું એની આ દરેક હરકતોને મજાકમાં લેતી, એ કહેતી પાયલ તને તારે લાયક કોઈને કોઈ મળી જ જશે, 
ઈશુંએ પોતાના મોબાઈલમાં વ્યુ થયેલ એક ફોટો બતાવતા કહ્યું.
સી આ છે વીર ,
વીર ને જોતા જ પાયલ ચોંકી,
અરે આ તો છોકરો છે..?
હા, તે છોકરો જ જોઈએ હું તારા જેવી અતરંગી નહીં,
ઈશુંએ એની સામે આંખ મીંચકરતા હસીને કહ્યું.
મોબાઈલ હાથમાં લઈ વીર નો ફોટો જઉં કરતા પાયલે મોં બગાડતા કહ્યું.
હમ્મ સારો છે પણ તારે લાયક નહીં,
ભલે પણ હું તો એને લાયક છું ને, ઈશુંએ બેડ પર આડા પડતા કહ્યું,
પછી અચાનક જ ઉભી થતા એણે કહ્યું.
પાયું હું શુ કહું છું આને કાલે પ્રપોઝ કરી જ દવ,
શુ કાલે જ.. અરે છોકરીઓ સામેથી પ્રપોઝ ના કરે..
હા, એ પણ છે.. પણ મને ડર લાગે મારા પહેલા એને કોઈ લઈ ગયું તો..?
પાયલે એની નજીક જતા એનો હાથ પકડી કહ્યું.
તો હું તો છું ને,
એના હાથની પકડમાંથી પોતાનો હાથ ખેંચતા ઈશુંએ કહ્યું.
છી..
પાયલ એના પર હસી પડી.., પણ એના મનમાં એ વીર  પ્રત્યે એક અલગ જ ઈર્ષા જાગી, એણે મનોમન નક્કી કરી લીધું કંઈપણ થાય, મારી ઈશું આ વીર ની તો નહીં જ થાય..
ઈશું નો એ વીર ઈન્સ્ટા પરથી ક્યારે ઈશુના દિલમાં આવી ગયો એની એને પણ ખબર ના રહી, શહેરની એક ફેમસ કેકશોપમાં એ કામ કરતો,
વીરની નજીક જવા જ ઈશુંએ એ કેકશોપમાં કામ સ્વીકાર્યું..
પોતે એક સારી એવી સેફ હતી છતાં એ કેક બનવવામાં ભૂલો કરતી, વીર એને પોતાના હાથે શીખવતો, એ બે હાથોનું ટકરાવવું આંખોનું અવારનવાર મળવું.. વીરને પણ ઈશું ગમવા લાગી,
વેલેન્ટાઈન ડે, એ દિવસે ઈશુંએ પોતાના હાથે વીર માટે હાર્ટશેપ નો એનો ફેવરિટ ચોકલેટ કેક ડેકોરેટ કર્યો, એના પર અંગ્રેજીમાં લખ્યું પણ, #vishu,
સાંજે એ કેક લઈ જ્યારે વીરને મળવા એના ઘરે પહોંચી ત્યારે વીર હજુ ઉઠ્યો જ હતો,
એને આ રીતે અચાનક પોતાના ઘરે જોઈ એ ચોંક્યો, બ્લેક રંગની રેડ બોર્ડરવાળી પારદર્શી સાડીમાં હોટ એન્ડ સેક્સી લાગતી ઈશું હાથમાં કેકબોક્સ સાથે એની સામે ઉભી હતી,
આંખો પર ચમક અને હોઠો પર ગઝબનું સ્મિત, ખુલા વાળ, અને આકર્ષક ગુલાબી મેકઅપમાં ઓર સુંદર લાગતો ચહેરો..,
વીરની કિસ્મત સારી હતી કે એ દિવસે પૂજા હતી એને ઘરના સૌ મંદિર ગયા હતા,
સામે ઈશું ને આ રૂપમાં જોઈ વીર તો જાણે ક્લીનબોર્ડ થઈ ગયો. એની સામે માદક સ્મિત કરતા ઈશું એ કહ્યું.
વીર અંદર નહીં બોલાવે મને..?
હા.., ના... હા આવ આવો ને..
વીર શુ બોલી રહ્યો હતો એને પણ નોહતી ખબર.. એ તો બસ મોં ફાડી સામે ઉભેલી એ ખૂબસૂરત બલા ને જોઈ રહ્યો..,
હાથ થી એણે વીર ને અંદર ધકેલ્યો, અને પોતે અંદર પહોંચી અંદરથી દરવાજો બંધ કર્યો.
ઈશું આ બધું શુ છે..?
એની નજીક પહોંચતા ઈશું એ કહ્યું.
આજે વેલેન્ટાઈન ડે છે વીર..
ટેબલ પર કેકનું બોક્ષ મૂકી, એણે વીરની કોલર પકડી એને પોતાની નજીક ખેંચ્યો.
વીરની ધકકનો તેઝ થઈ ગઈ.. મસ્તી ભરી આંખે એની આંખોમાં દેખાતા એ ડરને જોતી ઈશુંએ એકદમ માદકતા થી પૂછ્યું.
ડુ યુ લવ મી..,
ઓહ માય ગોડ.. અહીં વીર સાવ પીગળી ગયો..
હું... હું તને.. વીરે બોલવા માટે હોઠ ખોલ્યા કે ઈશુંએ એના હોઠ પોતાની આંગળી મૂકી..
તારી આંખોએ જવાબ આપી દીધો છે વીર..
એમ કહી એણે એજ ક્ષણે એના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા, વીર પણ એના અધરોના રસને પીવા લાગ્યો..,
થોડીવાર એમ જ પ્રણયના સાગરમાં ડૂબ્યાં બાદ બન્નેએ મળીને કેક કાપ્યો,
વીરે જ્યારે કેક પર #vishu લખેલું જોયું એટલે એ મુંજાયો,
વીશું.. આ વીશું કોણ છે..?
વીર એન્ડ ઈશું, #વીશું.. એમ કહી એજ ક્ષણે મોબાઈલનો ફ્રન્ટ કેમેરો ઓન કરી ઈશુંએ વીર સાથે સેલ્ફી ક્લિક કરી,
એજ ક્ષણે ઈન્સ્ટા પર એક નવા હેસટેગ સાથે એ સેલ્ફી અપલોડ થઈ..
અહીં વીર અને ઈશુંએ પોતાના નવા સબંધની ખુશીમાં કેક કાપ્યો, સેલિબ્રેશન કર્યું.., ને ત્યાં બીજી તરફ હોસ્ટેલના રૂમમાં ઇન્સ્ટા પર અપલોડ થયેલી સેલ્ફી જોઈ પાયલના મનમાં આગ લાગી,
એણે એજ ક્ષણે પોતાનો મોબાઈલ સામે રહેલા અરીસા પર ફેંક્યો..,
અરીસાના તૂટતા ટુકડાઓ વચ્ચે એની આંખોનું એ જૂનુન દેખાઈ રહ્યું..
ફર્સ પર સ્ક્રેચ થયેલી ડિસ્પ્લેવાળા આઈફોનમાં વ્યુ થયેલો એક ફોટો હજુ જાણે એને જ જોઈ રહ્યો,
***
વીર અને ઈશું લવબર્ડ્સ બની જાણે મુક્ત ગગનમાં પ્રેમની ઉડાન ભરવા લાગ્યા, હાથમાં હાથ પરોવી ફરવા લાગ્યા, એ બન્ને જ્યાં પણ જતા પાયલ ની નજરો એને ફોલો કરતી, એ બન્નેનું એ એકમેકમાં ખોવાઈ કાફેમાં કલાકો બેસવું, એ બન્નેનું એ હાથમાં હાથ નાખી દિવસભર ફરવું, ઇન્સ્ટા પર અપલોડ થતી પ્રેમની એ એક એક મુમેન્ટ્સ જોઈ પાયલને ગુસ્સો આવતો, એ ગુસ્સામાં સળગતી.. એને થતું કઈક આ વીર નું કઈક તો કરવું પડશે..
***
પાયું મને અહેસાસ થઈ ગયો છે કે તું મને કેટલું ચાહે છે..
પાયલ હોસ્ટેલમાં બેડ પર આડી પડી હતી ને અચાનક જ ઈશું આવી ગઈ, એનો અવાજ સાંભળી પાયલ જાગીને બેઠી થઈ ગઈ..
અંદરથી દરવાજો બંધ કરતા જ ઈશુંએ સામે બેઠેલી પાયલને કહ્યું.
એની આ વાત પર તો પાયલનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો, એને લાગ્યું આખરે એ પળ આવી જ ગઈ જેની એને વર્ષોથી પ્રતીક્ષા હતી, આજે એની ઈશું હંમેશા એની થઈ જશે..
ખભા પર એક તરફ રાખેલા ખુલા ભીના વાળ, રૂપાળો ચહેરો અને શરીર પર બ્લેક આછી નાઈટીમાં ઝળકતો ઈશું નો રૂપાળો દેહ જોઈ પાયલનું મન પ્રફુલ્લિત થઈ ઉઠ્યું, 
એ બેડ પરથી ઉભી થઈ જાણે સામે ઉભેલી ઈશું પર કુદી જ.., એનો અચાનક ધક્કો વાગવા થી ઈશુંના શરીર પર પાયલ ઢળી પડી,
તેઝ થતી ધડકનોને થામી પાયલે ચહેરો ઉઠાવ્યો તો ઈશુંની આંખો એની આંખોમાં જોઇ રહી હતી..
એક હાથથી એના એ ગુલાબી ચહેરા પર ચોંટેલા કાળા ભમરીયાળા કેશને હટાવતા એણે એના ગુલાબી હોઠ પર પોતાના અધરો મૂકી દીધા, એ હોઠ હજુ એકમેકમાં મળ્યા જ હતા કે અચાનક જ..
ઈશું ની આંખ ખુલી ગઈ.. પાયલ ક્યારે પોતાની જગ્યાએ થી ઉભી થઈ પોતાની આટલી નજીક આવી ગઈ એની એને ખબર પણ ના રહી..
છી..
ગુસ્સામાં એણે પાયલને ધક્કો માર્યો,
પાયલ અચાનક જ કલ્પનાઓ માંથી વાસ્તવિકતામાં બહાર આવી, ઓહ નો આ મને શુ થઈ ગયું..
એની સામે જ ઈશું બહુ જ ગુસ્સામાં હતી, એણે એના પર ચિલ્લાતા કહ્યું.
પાયું તારી આજ હરકતને કારણે હું મેટ્રન પાસે બીજા રૂમની માંગણી કરું છું..
સોરી.. સોરી મને ખબર જ ના રહી કે.. એમ કહેતી પાયલ એની નજીક વધી..
દ.. દ.. દૂર રહે.. ઈશું એનાથી ડરી ઉભી થઈ ગઈ..
મારે હવે આ રૂમમાં રહેવું જ નહીં, ઘીન્ન આવે છે મને આ તારી રોજની હરકતો થી..
ગુસ્સામાં એ પાયલને બોલતી રહી.. પાયલ એને મનાવતી રહી,
પ્લીઝ યાર માફ કરી દે.. હવે પછી આવું નહીં થાય.. આઈ એમ સોરી..
ઈશું બહુ જ ગુસ્સામાં હતી કારણ કે આ વખતે પાયલે હદ જ કરી નાખેલી..
સોરી માય ફૂટ.. નથી રહેવું મારે તારી સાથે એમ કહી એ ગુસ્સામાં એ રૂમમાં થી બહાર નીકળી ગઈ..
દરવાજે સુધી દોડી આવેલી પાયલ એમ જ દરવાજો પકડી રડી પડી..
શુ... શુ એવી તો શુ ભૂલ કરી મેં કે.. બધા જ મને છોડી ને જતા રહે છે..
એ માથે હાથ મૂકી એમ જ રડતી દરવાજે બેસી પડી..
જ્યારથી વીર  ઈશુંની જિંદગીમાં આવ્યો ત્યારથી જ ઈશુંનું એના પ્રત્યેનું વલણ બદલાય ગયેલું. પહેલા ઈશું એની દરેક હરકત પર હસતી હવે ગુસ્સો કરે છે નફરત કરે છે. એને લાગ્યું જ્યાં સુધી આ વીર  રહશે મને મારો પ્રેમ ક્યારેય નહીં મળે..
અને જો આ વીર  જ ના રહ્યો તો..? એના મનમાં એક ખતરનાક ઈરાદા રૂપી નાગ ફેણ ચડાવી જાણે ફૂંફાડા મારી રહ્યો.
એક હાથે આંસું લૂછી એ ઉભી થઈ.. ઈશું ના બેડના સાઈડ ટેબલ પર રહેલી એક ફોટોફ્રેમ હાથમાં લઈ એ એને જોઈ રહી..
વીર એન્ડ ઈશું, #vishu, લખેલી એ એક સેલ્ફી હતી, જેમાં ઈશુંની પાછળ એને વળગીને એનો વીર ઉભો હતો, એમાં રહેલો વીરનો ચહેરો જોઈ એને બહુ જ ગુસ્સો આવ્યો, એટલો ગુસ્સો કે એજ ક્ષણે એણે એ ફોટોફ્રેમ બારીની બહાર ફેંકી દીધી..,
બારીએ પહોંચી નીચે જમીન પર પડેલી એ તૂટેલી ફોટોફ્રેમમાં દેખાતા વીરના ચહેરાને જોઈ એ હસી, મોટેથી હસી..,
મારી ઈશુંની જિંદગીમાં થી હું તને આમ જ ફેંકીશ.. એવી રીતે કે ફરી કોઈ નહીં જોડી શકે..
એણે એજ ક્ષણે પોતાના રઘુ ભાઈને ફોન લગાવ્યો,
આ આખી દુનિયામાં રઘુ જ એક એવો માણસ હતો જે એને સમજતો, એ દુનિયાના દરેક પુરુષને નફરત કરતી પણ રઘુ એ એનો ભાઈ હતો, બાળપણમાં એના માટે જ એણે એક ખૂન કરેલું એ જેલ ગયેલો,
ફોન પર રડતા રડતા એણે રઘુને બધી જ વાત કહી,
એની વાત સાંભળ્યા બાદ રઘુએ એને સમજાવી, સાંભળ પ્રેમ છે ને એને જબરદસ્તી નથી પામી શકાતો, તારે આ વાત સમજવી જોઈએ,
ના ભાઈ, તું તારું આ પ્રવચન તારી પાસે રાખ, મારે તારી સલાહની નહીં સાથની જરૂર છે. તે કહ્યું હતું કે હું હમેંશા તારો સાથ આપીશ,
હા, તારી ખુશી માટે હું કંઈપણ કરી શકું.. તું બસ બોલ કરવું શુ છે..
આઈ વોન્ટ ઈશું.. અને ઈશું માટે વીર ને મરવું પડશે..
એની વાત સાંભળી રઘુ ચોંક્યો,
શુ તને ભાન પણ છે તું આ શુ બોલી રહી છે..!
હા, ઈશું ને પામવા માટે હું કંઈપણ કરી શકું.., કંઈપણ એટલે કંઈપણ..
એટલું કહી એ રડી પડી.., રઘુએ એને શાંત કરતા કહ્યું..
અરે રડ નહીં હું છું ને.. હું કઈક કરું છું..
***
બે દિવસ પછી ઈશું એના વીર ને મળવા માટે સનસાઈન પોઇન્ટ નીકળી રહી હતી કે એને હોસ્ટેલની સીડીઓ પર પાયલ મળી, એણે એને ધમકી આપી કે તું વીર ને ભૂલી જજે નહીંતર...
પહેલાં એની આ ધમકીઓ ની ઈશું પર કોઈ અસર ના થઈ એણે કહ્યું.
ના નેવર.., હું મારા વીરને ક્યારેય નહીં છોડું.. એમ કહી એ આગળ સીડીઓ ઉતરવા લાગી,  એ છેલ્લા પગથિયે પહોંચી કે પાયલના શબ્દોએ એને અટકાવી દીધી,
ઠીક છે ના છોડતી, એ છોડી દેશે આ દુનિયા..
પાયલની આ વાત સાંભળતા જ ઈશુંના મનમાં એકજાતનો ભય બેસી ગયો,
એણે એકદમ થી પાછળ ફરી ઉપર ઉભલી પાયલ સામે જોયું.
શુ.. શુ કરવાની છે તું મારા વીર સાથે..,
એ ઉપરથી એની આ લાચારી પર હસી,
મર્ડર.. એક મર્ડર કર્યું છે એણે બીજું કરતા વાર નહીં લાગે,
ઈશુંને એ સમજતા વાર ના લાગી કે એ કોની વાત કરી રહી છે. એ એક ખુંખાર ક્રિમિનલ રઘુની વાત કરી રહી હતી, જે એના માટે બાળપણમાં જેલ ગયો હતો..
રઘુ વીર સાથે કઈ કરી બેસે એ પહેલા જ એને રોકવો જરૂરી હતો, અને આ પાયલ જ હતી જે રઘુ ને રોકી એનાથી વીરને બચાવી શકે એમ હતી,
પાયલના ખતરનાક ઈરાદાઓ જાણ્યા બાદ એની પાસે ઉપર દોડી,
એના પગમાં પડી ગઈ..
પાયું મારી બેન તું જે કહીશ એ કરીશ.. પ્લીઝ.. પ્લીઝ મારા વીર ને કઈ ના કરીશ.. પ્લીઝ..
પાયલ આજ તો ઈચ્છતી હતી કે એની ઈશું એની દરેક વાત માને, બે હાથે એના ખભા પડકી એણે ઈશુંને ઉભી કરી,
અરે પાગલ તું તો મારી જાન છે, એમ કહી એ ઈશુંને વળગી પડી, એની પીઠ પાછળ વીંટાયેલા હાથોથી એણે ઈશુંને પોતાની બાહુંપાશમાં જકડી લીધી,
એના કાન પાસે ધીમેથી એણે કહ્યું.
જા જઈને મળી લે તારા વીર ને છેલ્લીવાર, કહી દે એને કે એ તને ભૂલી જાય..
***
સનસાઈન પોઇન્ટ પર ઈશું ક્યારની વીર ની રાહ જોતી એજ વિચારોમાં ખોવાય ઉભી હતી, સૂર્ય આથમવા આવ્યો હતો છતાં વીરની કોઈ ખબર નોહતી એ હજુ સુધી આવ્યો નોહતો એટલે એનું મન ડરના માર્યું ગભરાતું હતું, કઈક ના બનવાનું બની જાય એ પહેલા એણે વીરને ભૂલી જઈ અહીંથી જવા દેવાનો હતો,
દૂર એક કાળા રંગની બોલેરો કાર ઉભી હતી, જેના દરવાજામાં થી ગન સાથે એક હાથ સહેજ બહાર લટકતો હતો,
પુલની બાજુમાં જ એ જ્યાં ઉભી હતી એની સામે જ એક ઘૂઘરાલા વાળ વાળો બદમાશ સિગરેટના ધુમાડા છોડતો ક્યારનો એના પર નજર રાખી રહ્યો હતો,
આ બધું જોઈ એનું હ્ર્દય ડરથી કાપતું હતું. એ સામે ઈમારતો વચ્ચે ડૂબતા એ સૂર્યના મોટા ગોળાને જોઈ રહી, થોડીવારમાં જ ત્યાં વીર આવ્યો, એ બન્ને વચ્ચે ઝઘડો થયો ને વીર ભીની આંખે ત્યાંથી જતો રહ્યો, દૂર હાઇવેમાં વાહનો વચ્ચે અદ્રશ્ય થતી વીરની બાઈક જોઈ ઈશું ત્યાં જ બેસી રડી પડી..
એની સામે ઉભેલા માણસે ગાડીમાં બેઠેલા ગનવાળા માણસને હાથનો ઈશારો કર્યો,
થોડીવારમાં જ એ ગાડી ત્યાંથી જતી રહી..
***
એજ રાત્રે ઈશું એક હોટેલના આલીશાન રૂમમાંની મખમલી બેડશીટના એક ખૂણે ટૂંટિયુંવાળી ચહેરો ઝુકાવી ચૂપચાપ સંકોચાઈ બેઠી હતી,
થોડીવારમાં રૂમનો દરવાજો ખોલી પાયલ અંદર પ્રેવેશી, એણે અંદરથી દરવાજો બંધ કર્યો અને સામે બેડ પર સંકોચાઈને બેઠેલી ઈશું સામે જોયું.
એની લાચારી પર મોટેથી હસતાં એણે કહ્યું.
કહ્યું હતું ને તારા માટે હું કંઈપણ કરી શકું કંઈપણ એટલે કંઈપણ.. તું મારી છે અને મારી જ.. એ પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા જ ઈશુંએ ચહેરો ઉપર કર્યો એની સામે જોયું. અને પછી હસી,
એનું એ રીતે હસવું પાયલ બરદાસ્ત ના કરી શકી એ કઈ સમજે એ પહેલા જ ઈશું બેડ પર એક તરફ ઢળી પડી..,
એને એ રીતે ઢળતા જોઈ પાયલના મોં માંથી એક કારમી ચીસ નીકળી પડી..
ઈશું..
એની પાસે પહોંચી એણે જોયું તો ઈશું ના હોઠને ખૂણેથી ફીણ નીકળી રહ્યા હતા. એ જોઈ એ એકદમ ગભરાઈ..
બે હાથે ગાલ પંપાળતા એણે એને ઉઠાવી,
ઈશું... ઈશું આંખો ખોલ ઈશું.. ઈશું..
અધ્ધખૂલી આંખે એની એ તડપ જોતા ઈશુંએ એને કહ્યું..
હું હર જન્મમાં મારા વીર ની જ છું.. તું મને ક્યારેય..
એમ કહી એ ઢળી પડી..
એનું મૃત શરીર ખોળામાં લઈ પાયલ પોક મૂકી રડી પડી..
ઈશું... ઈશું....
શુ વીર એની ઈશું ના મોતનો બદલો લેશે..? જાણવા માટે વાંચો આ વાર્તાનો સેકેંન્ડ પાર્ટ...
આવી જ રસપ્રદ ગુજરાતી વાર્તાઓ વાંચવા આજે મારા બ્લોગને સબ્સ્ક્રાઇબ કરો,

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ