એક બદલાવ સપનામાં,


         હું રસ્તા પર જતો હતો..ને હાથમાં મસાલા વેફરનું પેકેટ હતું..જે ઓલમોસ્ટ પૂરું થઈ ગયું હતું.. વિચારોમાં ને વિચારોમાં હું ઘર તરફ ઝડપથી જઇ રહ્યો હતો.. થોડાક આગળ જઈને મેં વેફરના પેકેટનો ડૂચો વાળી રોડની એક સાઈડ ફેંક્યું..

         અચાનક જ પાસે એક આર. એમ. સી. બ્લુ કલરની વેન આવી ને ઉભી રહી એમાં થી બ્લુ કલરના કપડાંવાળા બે માણસો બહાર આવ્યા એકે અવાજ કર્યો હે ઉભો રે.. હું ઉભો રહ્યો ને એકે એક નાની બ્લુ બુકમાં થી એક કાગળ કાપી મારા હાથમાં પકડાવ્યું..
        રસ્તા પર કાગળ ફેંક્યો ને તે..સો રૂપિયા નો દંડ ભરવો પડશે..
        પણ કાગળ જ ફેંક્યો છે એમાં દંડ થોડો હોય..
         અમારે કાઈ નથી સાંભળવું સો રૂપિયા આપ ને કાગળ ઉપાડ..
         ત્યારે મારી પાસે સો રૂપિયા પણ નોહતા મેં કહ્યું સો રૂપિયા તો નથી મારી પાસે.. આજનો દિવસ જવો દો.. આગળથી કચરો ડસ્ટબીનમાં જ નાખીશ.
         એકે કહ્યું મોબાઈલ છે તારી પાસે..?
         મેં ખીચામાં થી મોબાઇલ બાર કાઢતા કહ્યું હા.. છે ને..
         એકે મારા હાથમાં થી મોબાઈલ આંચકી લીધો..
         બીજાએ કહ્યું કાલે કોર્પોરેશન ની ઓફિસે આવીને સો રૂપિયા ભરી મોબાઈલ લઈ જજે..
          હું કઈ બોલું એ પહેલાં તો એ મારો મોબાઈલ લઈ જતા રહ્યા..
           અચાનક જ ઊંઘ ઊડી ગઈ..બાજુમાં જ ટેબલ પર મોબાઈલ ચાર્જ થઈ રહ્યો હતો ત્યારે હાશ થઈ..ખેર સપનું હતું..
          પણ જો ખરેખર આવો બદલાવ આવે તો..થોડા અંશે તો માણસની આદતો  બદલી જ જાય

આજે બપોરે બાર વાગ્યે હું બેંકનું એક ઈમ્પોર્ટન્ટ કામ પતાવી ઘરે આવી રહ્યો હતો.. એ જ રસ્તો હતો..એ જ ઘટના હતી..મારા હાથમાં બાલાજીની મસાલા વેફરનું પેકેટ હતું..
        ઘર સાઈડ રસ્તાની ગોળાઈ વળતા જ મેં ખાલી પકેટનો ડૂચો વાળી રસ્તાની એક સાઈડ બધાની દેખતા ફેંક્યું.. એ ઘટનાને લગભગ બાર તેર જણાની આંખોએ જોઈ પણ હરામ કોઈએ કહ્યું કે કચરો આમ રસ્તા પર ના ફેંકાય..
        ના તો પેલી  આર.એમ.સી. ની બ્લુ વેન આવી, ના તો પેલા બે બ્લુ કપડાવાળા માણસો આવ્યા..
        ખરેખર બદલાવ સપનામાં આવ્યો હતો હકીકતમાં નહી..
                                 -પરેશ મકવાણા

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ