"કોઈને ભૂલી જવું એટલું પણ સહેલું નથી."


         
          જ્યારે તમે કોઈને ભૂલવા માંગતા હોવ ને ત્યારે દુનિયાની તમામ વસ્તુઓ તમને એમની યાદ અપાવે છે. આ સાચું છે અને આ એ લોકો એ જ અનુભવ્યુ છે કે જેણે સાચો પ્રેમ કર્યો છે. અને કોઈ પણ કારણો સર એ એને ભૂલવા માંગે છે, એને યાદ નથી કરવા માંગતા એવા સમયે આ અહેસાસ થશે. કે તમે જેમ જેમ એને ભૂલવાના પ્રયત્નો કરશો એમ એમ એ તમને વધારે ને વધારે યાદ આવશે. આની પાછળ. એક કારણ એ છે કે જે આપણી સૌથી નજીક હોઈ ને એને આપણે કોઈ કાળે ભૂલી નથી શકતા. ઉદાહરણ તરીકે મા બાપ ને જોઈ લો ને એને આપણે ક્યારેય ભૂલી શક્યા છીએ. 
           એમ જ પ્રેમ ને પણ આપણે ભૂલી શકતા જ નથી અહીંયા પ્રેમ એટલે ખરેખર પ્રેમની વાત થાય છે. એ પ્રેમ જે દિલથી થાય છે. બાકી આજકાલ તો લોકો ને પળે પળે પ્રેમ થાય છે, જેમ ફિલ્મોમાં સીન બદલે એમ આજકાલના છોકરાઓ છોકરીઓ બદલે છે, કે આજકાલની છોકરીઓ છોકરાઓ બદલાવે છે. અહીંયા બાબુ સોના વાળા પ્રેમની વાત થતી જ નથી. 
         વાત થાય છે તો માત્ર ને માત્ર સાચા પ્રેમની, સાચા સબંધની.

         ઘણીવાર કોઈ પણ અજાણ્યો અવાજ પણ અર્પણ ને જાણીતો કે પોતીકો જ લાગવા માંડે, ઘણીવાર ભીડમાં ચાલતી દરેક વ્યક્તિઓ માં આપણને એક જ વ્યક્તિઓ નો અહેસાસ થાય, ઘણી વખત કોઈની સાથે ગાળેલી પળો કોઈ ફિલ્મની પટ્ટીની જેમ આંખ સામે થી હટવાનું નામ જ ના લે, કોઈ ગીતના શબ્દો જાણે તમને સામેવાળા પાત્રની સતત યાદ અપાવે, કોઈ ફિલ્મના સીનમાં નાયક નાયિકાની જગ્યા એ તમારા પ્રેમ સાથે તમે પોતાની જાતને જોવો, તો ઘણીવાર અમસ્તા જ હાથમાં પકડેલી કલમથી એનું નામ લખાય જાય. પ્રયત્નો તો લાખ કરશો એને ભૂલવાના પણ એની યાદો જાણે તમારી સાથે, તમારી આત્મા સાથે જોડાયેલી હોય એમ પીછો જ નહીં છોડે. આમ, પણ પ્રેમ ભૂલવા માટે હોતો જ નથી પ્રેમ યાદ કરવા માટે જ હોય છે. એને ભૂલવા કરતા એને યાદ કરવાની કોશિશ કરો, તકલીફ તો થશે જ કે એ તમારી સાથે નથી પણ એની સેંકડો યાદો એ તો તમારી સાથે જ છે. એ નહીં તો એની યાદો સહી એના સહારે જીવી જાવો.
                 - મારી અંગત ડાયરી માં થી,
                 - પરેશ મકવાણા
           

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ