આજની જનરેશન.



          આપણે ઘણીવાર પોતાના લોકો સાથે બે વાત સરખી નથી કરતા, કે નથી કરી શકતા. ને અજાણ્યા સાથે દિલ ખોલીને વાતો કરી લઈએ છીએ. હું તો કહું છું, વાતો કરવી જ જોઈએ. એમાં કઈ ખોટું નથી પણ પોતાના ને છોડીને પારકાઓ પાસે પ્રેમની આશા લઈને આપણે એમની પાછળ જે રીતે દોડીએ છીએ એ ખોટું છે. 
          મને ખબર છે કે આજકાલનો યુવા વર્ગ બહુ જ સ્માર્ટ છે આંગળી ને ટેરવે પુરી દુનિયાને મુઠ્ઠીમાં રાખીને ફરે છે. ઘણા એવા પણ યુવાનો છે કે ઘરમાં પરિવાર સાથે તોછડાય થી કે અસભ્ય વર્તન કરતા હોય ને ફેસબુક કે વ્હોટ્સએપ પર પોતાની બાબુ સોના સાથે રિસ્પેક્ટ થી કે પછી માન થી વાતો કરતા હોય, અરે ભાઈ જ્યાં માન સમ્માન આપવાનું છે ત્યાં આપવાને બદલે તું વર્ચ્યુલદુનિયામાં સંસ્કારો ના ઢોલ વગાડે છે. સાચી જ વાત છે ને..
        પોતે બહેન ને ભલે રક્ષાબંધન પર પચાસ રૂપિયા આપીયા હોય પણ ત્યાં વેલેન્ટાઈન ડે પર એની સોના ને સો રૂપિયાની ચોકલેટ કે પછી ત્રણસો રૂપિયાનું તેડી આપશે. કારણ તો એ ત્યાં પ્રેમ જુવે છે ને અહીંયા..
         પોતાની માં ઘરમાં કઈ લાવી આપવાનું કહેશે તો દીકરાને ખર્ચા દેખાશે અને ત્યાં ગર્લફ્રેન્ડ પર કેન્ટીનમાં મોટા મોટા બિલ ફાડશે.
          પોતાનો બાપ સેકેન્ડ હેન્ડ સ્કૂટર ચલાવતો હશે ને દીકરો લાખ રૂપિયાની ગાડીમાં છોકરીઓ ફેરવશે. આ કઈ જાતનો પ્રેમ છે તમારો..
         આમાં છોકરીઓ પણ બાકાત નથી, મમ્મી કઈક કહેશે તો એ એને લેક્ચર લાગશે અને એના બાબુની દરેક વાત માનતી ફરશે. 
          પપ્પા વઢશે તો બાબુ પાસે જશે ને બાબુ વઢશે તો સોરી કહેશે.. અરે મારી બહેન જ્યાં સોરી કહેવાનું છે.. ત્યાં સોરી બોલ ને તારા પપ્પા ને પણ સારું લાગશે
          ભાઈ કે બહેન મેસેજનો રિપ્લાય નહીં આપે તો ચાલશે પણ બાબુ રીપ્લાય નહીં આપે તો મૂડ ઓફ થઈ જશે. 

        યાર, તમે પ્રેમ કરો છો તો કરો, પણ જે તમને પ્રેમ કરે છે..એટલે કે તમારી ફેમિલી એમના પ્રેમને તો ના છોડો. 
               - મારી અંગત ડાયરી માંથી,
               - પરેશ મકવાણા

           

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ