આજકાલનો પ્રેમ.

  
   આજકાલનો પ્રેમ.
    મારી અંગત ડાયરીમાં થી,
    પરેશ મકવાણા.



          આજકાલ પ્રેમ જેવું ક્યાં કઈ રહ્યું છે બધાને બસ એક શરીર ની તલાશ છે. ક્યારે કોઈ શરીર રમવા મળી જાય ને ક્યારે એને પિંખી નાખીએ. આવી માનસિકતા ધરાવતા આજના અમુક યુવાનો પ્રેમને નામે માત્ર ને માત્ર છેતરપિંડીઓ કરે છે પોતાના મનોરંજન માટે કોઈને ફસાવે છે. અને છોડી દે છે. આ પ્રેમ છે જ નહીં, છતાં લોકો એને પ્રેમ કહી પ્રેમ જેવા પવિત્ર શબ્દને ખરાબ સમજી બેસે છે. પ્રેમ ખરાબ છે જ નહીં, નહીં બસ પ્રેમ કરવાની રીતો ખરાબ છે. 
          આજકાલનો પ્રેમ એટલે બૉલીવુડ થી ઇનસ્પાયર થયેલો.
          એકબીજા પર હક્ક જતાવતો, શરતો લાગુ કરતો ને એક બીજાને પામવા તમામ હદો પાર કરી લેતો, બધા જ સબંધો ને ખતમ કરી નાખતો કે પ્રેમને નામે માત્ર ને માત્ર રમતો રમતો થઈ ગયો છે.
          એક કિસ્સો ક્યાંક સાંભળેલો કે યુવતીએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના સગા ભાઈને રહેંસી નાખ્યો. એ ભાઈ જેને એ પંદર વર્ષથી રાખડી બાંધતી, રાખડી જેવા પવિત્ર પ્રેમને ખતમ કરી એ કેવા પ્રેમને પામવા નીકળી હતી.
          એક બીજો કિસ્સો તો આવરનવાર સાંભળવા મળે છે કે પ્રેમી સાથે મળીને પત્નીએ પતિને રહેંસી નાખ્યો, કે મારી નાખ્યો. લગ્ન જેવા પવિત્ર સબંધ ને એક જ ક્ષણમાં ભૂલી જતો આવો સબંધ, શુ આને પણ પ્રેમ કહેવો ?
         માત્ર ચાર દિવસના પ્રેમમાં પાડોશના છોકરા સાથે ભાગી ગઈ યુવતી શુ એને એના માં બાપનો પ્રેમ ના દેખાયો કે પેલા છોકરા ના પ્રેમ સામે એને એના માં બાપનો પ્રેમ ઓછો લાગ્યો. શુ આને પણ પ્રેમ કહેવો.
         આવા તો ઘણા કિસ્સાઓ સમાજમાં અવારનવાર બનતા આવ્યા છે.જેમાં પ્રેમના નામે માત્ર ને માત્ર રમતો રમાય છે. 
        અમારા ગુજરાતી ના પ્રોફેસરે અમને પ્રેમની એક સરસ વ્યાખ્યા આપેલી કે 
          કોઈ ગમે છે તો એને ગમે તે હદે જઈને પામી લેવું એ પ્રેમ છે જ નહીં, પણ 
       પ્રેમ તો એ છે કે તમે એના માટે, કે એની ખુશી માટે તમારા પ્રેમને છોડી દો. પ્રેમનું બીજું નામ જ ત્યાગ છે. 
       ઘણા કિસ્સાઓ એવા પણ હોય છે જેમાં માં બાપની ખુશી સામે દીકરીઓ પોતાના પ્રેમને ત્યાગી દે છે. 
        ઘણીવાર પોતાની પ્રેમિકાને બીજા સાથે ખુશ જોઈને ઘણા પ્રેમીઓ એના પ્રેમને ત્યાગી દે છે, ઘણીવાર મિલન શક્ય હોય જ નહીં એવા કિસ્સાઓ માં ખુશી ખુશી અલગ થઈને પણ પ્રેમીઓ પોતાના પ્રેમને જીવતો રાખે છે. આ ખરેખર પ્રેમ છે અને આવો પ્રેમ ક્યારેય મરતો કે ઓછો થતો નથી.
       પ્રેમ તો બિનશરતી હોવો જોઈએ, હું તને પ્રેમ કરું છું તું પણ મને પ્રેમ કર, હું તારી કેર કરું છું તું પણ મારી કેર કર. હું તારી સાથે રહું છું, તું પણ રહે.. આ પ્રેમ છે જ નહીં જ્યાં હું  આમ કરું છું તું પણ કર કે તારે આ જ કરવું પડશે. જેવી માત્ર ને માત્ર શરતો હોય ત્યાં પ્રેમ જેવું કશું હોતું જ નથી એટલે જ અજકાલના પ્રેમ લગ્નો વધારે ટકતા નથી કારણ, શરતો છે, બંધનો છે. વ્યક્તિ ને ક્યારેક ને ક્યારેક તો આઝાદી જોઈએ જ ને. અને એટલે જ એ જેમ બને એમ એ બંધનમાં થી છૂટી જવા મથે છે.
             હું મોલમાં કામ કરતો એને એકવખત લેડીઝ સેક્શનમાં ઉભો હતો. ત્યાં બે નાની નાની છોકરીઓ આવેલી, એને જોતા લાગ્યું કે સ્કૂલમાં આઠમું નવમું ભણતી હશે.   શાયદ તેર ચૌદ વર્ષની આસપાસ ઉંમર હશે.
         ત્યાં ઉભા ઉભા મેં તેમની વાતો સાંભળેલી 
        "યાર આ બાબુ જો ને સવારનો મારી સાથે વાત પણ નથી કરતો, ફોન કરું છું તો ફોન પણ નથી ઉપડતો." 
        "તું ય શુ એ બિચારા ની પાછળ હાથ ધોઈને પડી ગઈ છે, કામમાં હશે બિચારો."
        "મારા સિવાય મારા બાબુને બીજું કોઈ કામ હોય જ નહીં, રોજ તો આખો દિવસ ચોટી રહે છે ખબર નહિ આજે કેમ.."
         
        એમની વાતો પરથી લાગ્યું કે ખરેખર જમાનો બહુ જ આગળ નીકળી ગયો છે. એક અમારો વખત હતો કે અમને પ્રેમ શુ એ જ નોહતી ખબર પડતી ને આજકાલની મોબાઈલ વાળી સ્માર્ટ જનરેશન નાનપણથી જ પોતાના સેટિંગ ગોઠવતી થઈ ગઈ છે. 
        પોતાનો અઢાર કે વિસ એકવીસ વર્ષીય બાબુ ફોન નથી ઉપડતો કે વાત નથી એટલે પણ આજકાલની અમુક પંદર વર્ષની સોનાઓ નારાજ રહે છે. એનો મૂડ ઓફ રહે છે. શુ એ ઉંમર છે પ્રેમ કરવાની, 
        ઘણીવાર તો એવી નાની નાની છોકરીઓ ફેસબુકમાં જ પ્રેમ શોધી લે છે. પણ એમને ખબર નથી હોતી કે સામે કોણ છે, એમની સાચી ઉંમર કેટલી છે, એ શું કરે છે ને આખરે એ પ્રેમના નામે છતેરાય છે.
          આ આજની સાચી હકીકત છે.
                - મારી અંગત ડાયરી માં થી,
                - પરેશ મકવાણા

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ